Date 12-01-2017 મુફ્તી એ કચ્છ ની જીંદગી જોઇન 9638799706

in kuchh •  6 years ago 

images.jpg
Images via

મુફ્તી એ કચ્છ ની કરામત
આજનો મેસેજ મોટો છે પણ અલ્લહમદુલીલલાહ બહુ મજા આવસે આપણાં પીર પર ગર્વ થાસે ઇન્સાઅલ્લાહ

આ મેસેજ બધાંજ દોસ્ત અને બધાંજ ગ્રૂપ માં અને ફેસ બુક મા શેયર કરજો

મુફ્તી એ કચ્છ થી સવાલ
આપના આફ્રીકાના રોકાણ દરમિયાન આપને હુઝુર મદની સરકાર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ના સલામ કોન મારફત મળ્યા ? તે બનાવ વિષે વિગત જણાવશો ?

unnamed.png
Images via

મોહરમની ૨૯મી તારીખે જંગબાર જ એક પરા નામે મકુદુંચી વિસ્તારના એક અરબ આલીમ સૈયદ હામીદ નામક જંગબાર આવી, કચ્છી સુન્ની જમાતના ઉપપ્રમુખ જનાબ હાજી ઉંમર માધાપરીયા જુણેજા દુધવાલાને સવારના નવ વાગ્યે મળવા આવ્યા અને કહયું કે, તમારે ત્યા કચ્છી થી એક સૈયદ આલીમ કોણ આવેલ છે
મને તેમને મળવું છે. હાજી ઉંમરભાઇ તેમને મારી પાસે કે ત્યારે મારો નિવાસ સુન્ની હનફી મસ્જિદના ઉપર ના ભાગના પછવાળાના હોલમાં હતો, તે અરબ આલીમ મારી સમીપ આવી, મારી પેશાની પર ચુંબન લીધું અને રડી પડ્યા. મને તો તે વખતે કશી ગતાગમ જ ન પડી પરતું તેમણે હાજી ઉંમર માધાપરીયાને સ્વાહીલી ભાષામાં સમજાવ્યું કે, એમને કહો કે, મને રાત્રે સ્વપ્નું આવ્યું જેમાં મને જણાયું કે, એક દરીયા કિનારે હજજારો માણસોનો સમુહ એકત્ર થયો છે, જેમાં હઝરત રસુલે મકબુલ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ તશરીફ લાવ્યા છે. હું ત્યારે તેમની કદમ બોસી કરવા ગયો તો રસુલે ખુદા એ મને કહ્યુ કે, તમારી પાસે જંગબાર માં મારો ફરઝદ કચ્છ થી આવેલ છે અને તેઓ મોટી મોટી બીદઅતો અને ખરાબીઓ જમાઅતમાંથી દુર કરે છે. તેને મારા તરફથી મુબારકી અને મારા સલામ પહોંચાડશો. ત્યાર બાદ સૈયદ હામીદે કહયું કે , હું તરત જ સ્વપ્નમાંથી જાગૃત થઈ ગયો અને ઉપલબ્ધ સવારી પર સવાર થઈ ને તમારી પાસે આવી પહોંચ્યો છું કે , સલામની અમાનત પહોંચાડી દઉ. તે બુઝુર્ગ જયારે સ્વપ્ન સભડાવી ને હુઝુર ના સલામ ની દોલત અર્પણ કરી, તે વખતે મારા શરીર પર રીક્કત-આમેઝે (ધ્રુજાવી પૂર્ણ) હાલત છવાઈ ગઈ અને ધ્રુજાવા લાગ્યો અને તરત જ વુઝુ કરી, બારગાહે ઈલાહીમાં આ નેઅમત પર શુક્રની બે રકઅત નમાઝ અદા કરી

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

Hi! I am a robot. I just upvoted you! I found similar content that readers might be interested in:
https://www.facebook.com/nagorwap/